મોરબીમાં ટ્રેકટરની ચોરીનો પર્દાફાશ : બે ઝડપાયા

- text


એ ડિવિઝન પોલીસે ટ્રેકટર અને ટ્રેઇલરની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા : ટ્રેકટર અને ટ્રેઇલરની ચોરી કરી પોતાના વતનમાં ખેતીકામ માટે મોકલવાની પેરવી કરતા હોવાનું ખુલ્યું

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ટ્રેકટરની ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. એ ડિવિઝન પોલીસે ટ્રેકટર અને ટ્રેઇલરની ચોરી કરનાર બે શખ્સોને ચોરાઉ બે ટ્રેકટર તથા બે ટ્રેઇલર સાથે ઝડપી લીધા હતા.જોકે આ વાહનોની ચોરી કરીને પોતાના વતનમાં ખેતીકામમાં ઉપયોગમાં લેવા માટે મોકલવાની પેરવી કરતા હતા.પણ તે પહેલાં જ પોલીસે તેમની ખેલ ચોપટ કરી દીધો હતો.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના શનાળા ગામ નજીક મુરલીધર હોટલની બાજુમાં ઇસ્કોન એપાર્ટમેન્ટ સામેથી ટ્રેકટર અને ટ્રેઇલરની ચોરીનો બનાવ બન્યો હતો. આ વાહનોની ચોરીનો ભેદ ઉકેલવા માટે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી ડી.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી તથા પીએસઆઇ વી.કે.ગોડિલિયાએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટાફના મણિલાલ ગામેતી, શેખરભાઈ મોરી, અજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા સહિતનાને મોરબી કંડલા બાયપાસ પાસે સિલ્વર પાર્ક સામે ચોરાઉ વાહનો પસાર થવાની હકકિત મળતા ત્યાં વોચ ગોઠવીને એક ટ્રેકટર અને ટ્રેઇલરને અટકવીને તપાસ હાથ ધરી હતી. આ વાહનોની ગુજકોપ પોકેટમાં ચકાસણી કરતા બન્ને ટ્રેકટર અને ટ્રેઇલર મોરબીના ઇસ્કોન એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. આથી આ વાહનો ચલાવતા આરોપીઓ ધીરુભાઈ ઉર્ફે મહાદેવભાઈ પીપરોતર રહે ભૂમિ ટાવર વાવડી રોડ મોરબી મૂળ ભાણવડ અને વસંતભાઈ જયરાજભાઈ વાઘેલા રહે ધૂતાંરી રોકડીયા હનુમાન મંદિર નવલખી રોડ મોરબીની પૂછપરછ કરી હતી.

- text

પોલીસે આરોપી ધીરુભાઈની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે એક વર્ષ પહેલાં વાવડી રોડ મીરા પાર્કની બાજુમાં ઓમ શોપિંગ સેન્ટર પાસેથી એક ટ્રેકટર અને એક ટ્રેઇલરની ચોરી કરી હતી. જે પોતાના વતનમાં ખેતીકામ માટે ઉપયોગ કરવા લઈ ગયો હતો. બાદમાં ટ્રેકટર જૂનું થઈ ગયું હોય અને ચોરી કર્યાના બનાવને પણ વધુ સમય થઇ ગયો હોવાથી આ ટ્રેકટર મોરબીમાં ફરવા લાવી ધૂતારી પાસે સંતાડયું હતું. તેમજ પોતાના વતનમાં ખેતીકામ કરવા માટે બીજા ટ્રેકટર અને ટ્રેઇલરની ચોરી કરીને વતનમાં મોકલાવાની હિલચાલ કરી રહ્યો હતો. તે પહેલાજ પોલીસે આ બન્ને આરોપીઓને ચોરાઉ બે ટ્રેકટર અને બે ટ્રેઇલર સાથે ઝડપી લઈને તપાસ હાથ ધરી હતી.

 


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text