જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં હળવદની શાળા નંબર-4એ ડંકો વગાડ્યો

હળવદ : શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ આયોજિત બી.આર.સી.ભવન – ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગનો કલાઉત્સવ ગઈકાલે તા. 09/10/2019ના રોજ આર્ય વિદ્યાલયમ ટંકારા ખાતે યોજાયો હતો. આ વર્ષે ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તે અંતર્ગત યોજાયેલા મોરબી જિલ્લા કક્ષાના કલાઉત્સવમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા એમ કુલ ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના કુલ 5 તાલુકામાંથી તમામ ચાર સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં બી.આર.સી.કક્ષાએથી પ્રથમ નંબર મેળવેલ કુલ 20 વિદ્યાર્થીઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ કુલ 24-24 વિદ્યાર્થીઓ મળીને કુલ 68 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જેમાં ‘ગાંધીજીને પત્ર’ વિષય પર નિબંધ લેખન સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની ચાવડા દિવ્યા દિનેશભાઈ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જે આગામી સમયમાં રાજ્ય કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લેવા જશે. પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને 1000 રૂપિયા રોકડ રકમ, શિલ્ડ, પ્રમાણપત્ર તથા ફાઇલ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે ડાયેટ પ્રાચાર્ય ડૉ. ચેતનાબેન વ્યાસ, ડાયેટના લેક્ચરર મીનાક્ષીબેન, ડૉ. સંજયભાઈ મહેતા, જાની પ્રવિણભાઇ,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, આર્ય વિદ્યાલયમના સંચાલક મેહુલભાઈ કોરીંગા તથા તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તથા તમામ બી.આર.સી, સી.આર.સી ઉપસ્થિત રહ્યા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274