હળવદ : એકના ડબલની લાલચ આપી ચીટર ટોળકીએ અનેકને શીશામાં ઉતાર્યા

- text


ચૂપણી ગામે ચીટર ટોળકીની ભેજાબાજ કરતૂતનો અનેક લોકો ભોગ બન્યા : એકના ડબલ કરવા જતાં અનેક લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો

હળવદ : હળવદ પંથકમાં એક ચીટર ટોળકીએ રાતોરાત નાણાં કમાવવા માટે નિર્દોષ ભોળા લોકોને પોતાની કસબમાં એવી રીતે ફસાવ્યા હતા કે લોકોને ખરેખર એવું ભાન થયું હતું કે એકના ડબલ થતા હશે અને આમાં નાણા રોકવાથી પોતાનું ભાગ્ય બદલાઈ જશે.એવા ભ્રમમાં રહેતા લોકોને આખરે માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે. હળવદના ચૂપણી ગામે આવી ઠગ ટોળકીનો અનેક નિર્દોષ લોકો ભોગ બન્યા છે. એકના ડબલ કરવા જતાં લોકોને પોતાની મરણમૂડી સમાન રકમ ગુમાવવી પડી છે.આ ઠગ ટોળકીએ અનેક લોકોને શીશમાં ઉતારીને લાખો કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

હળવદના ચુપણી ગામે કરોડો રૂપિયાનું ઠગ ટોળકીએ કૌભાંડ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એકના ડબલ સ્કીમમાં લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. કોઈએ જમીન વેંચી તો કોઈએ ઘરેણાં ગીરવે મુક્યા છે. બે મહિનામાં એકના ડબલ કરી આપવાની આ ટોળકીએ બાહેંધરી આપી હતી પણ એકના ડબલ તો ન થયા જે રોકાણ કરેલી રકમ હતી તે લોકોને ગુમાવવાનો વારો આવ્યો છે. રાતોરાત પૈસા ડબલ કરવાની લાલચે લોકો ફસાયા છે.પ્રથમ નાની રકમ ડબલ કરી આપતા લોકોએ મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ કર્યું હતું. આ કૌભાંડ આચરવામાં ચૂંપણી ગામના બેથી ત્રણ લોકો સ્થાનિક હોવાની ચર્ચા થઈ રહી છે. એક કા ડબલ વિષયમાં જો પોલીસ ઊંડી ઉતરે તો ભોગ બનનારને ગુમાવેલી રકમ પરત મળી શકે એમ છે. ભોગ બનનાર વિશ્વાસમાં રહ્યાને ટોળકી લુટીને રફુચક્કર થઈ ગઈ છે. ભોગ બનનારના નાણાં પરત ન આવતા કોઇ જ રસ્તો ન રહેતા મીડિયા સમક્ષ લોકોએ નામ ન દેવાની શરત કરી રજૂઆત કરીને પોતાની વ્યથા દર્શાવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text