શુક્રમણિ શાળાની વિદ્યાર્થીની હુંબલ જાનવીનું વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

માળીયા (મી.) : શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ આયોજિત બી.આર.સી. ભવન – ટંકારા સંચાલિત આર્ય વિદ્યાલયમ – ટંકારા ખાતે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ અન્વયે જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલા ઉત્સવ અંતર્ગત ‘મને આવેલ ગાંધીજીનું સ્વપ્ન’ વિષયને અનુલક્ષીને વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત જસાપરની શુક્રમણિ શાળાની વિદ્યાર્થીની હુંબલ જાનવીએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત શાળાનું નામ રોશન કર્યું હતું. આ તકે જાનવીને પરિવાર તથા શાળા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274