ટંકારાના આર્ય વિદ્યાલયમ ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવની ઉજવણી સંપન્ન

- text


ટંકારા : શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત અને બી.આર.સી. ભવન ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનો પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ તારીખ 09ના રોજ “આર્ય વિદ્યાલયમ” ટંકારા ખાતે યોજાઈ ગયો. આ વર્ષે ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તે અંતર્ગત યોજાયેલા મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા એમ કુલ ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 5 તાલુકામાંથી તમામ ચાર સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં બી.આર.સી. કક્ષાએથી પ્રથમ નંબર મેળવેલ કુલ 20 વિદ્યાર્થીઓ, માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગમાં SVS કક્ષાએથી પ્રથમ નંબર મેળવેલ કુલ 24-24 વિદ્યાર્થીઓ મળીને કુલ 68 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

- text

‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ એ વિષય પર ચિત્ર સ્પર્ધા, ‘ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ’ વિષય અંતર્ગત કાવ્ય લેખન સ્પર્ધા, ‘મને આવેલું ગાંધીજીનું સ્વપ્ન’ એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા તેમજ ‘ગાંધીજીને પત્ર’ વિષય પર નિબંધ લેખન સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોત પોતાના વિચારો રજૂ કર્યા હતા. તમામ સ્પર્ધામાં શ્રેષ્ઠ સ્પર્ધક નક્કી કરવા માટે જે-તે વિષયના નિષ્ણાંત એવા નિર્ણાયકોએ સચોટ અને તટસ્થ નિર્ણય દ્વારા નિર્ણાયક તરીકેની ખૂબ કઠિન કામગીરી સુંદર રીતે નિભાવી હતી. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ કિટ આપવામાં આવી હતી. તેમજ દરેક સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને રૂ. 1000, દ્વિતીય નંબરે આવેલ વિદ્યાર્થીઓને રૂ. 800 તેમજ તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રૂ.500નું રોકડ ઇનામ તેમજ શિલ્ડ અર્પણ કરાયા હતા.

આ તકે ડાયેટ પ્રાચાર્ય ડૉ. ચેતનાબેન વ્યાસ, ડાયેટના લેક્ચરર મીનાક્ષીબેન, ડૉ. સંજયભાઈ મહેતા, જાની પ્રવિણભાઇ, ગુજરાત રાજ્ય પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, આર્ય વિદ્યાલયમના સંચાલક મેહુલભાઈ કોરીંગા, તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બી.આર.સી મિત્રો, એ.ઇ.આઈ. ધર્મિષ્ઠાબેન કડીવાર, SVS કન્વિનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કલા ઉત્સવના કન્વીનર સોનલબેન ચૌહાણ તેમજ ટંકારા બી.આર.સી. કો-ઓર્ડિ. કલ્પેશભાઈ ફેફર અને તેની ટીમ, ભીખાલાલ, પરેશભાઈ, ભાવેશભાઈ, આનંદભાઈ, ભરતભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text