મોરબીમાં વોર્ડ વાઇઝ લોકોની વિવિધ સમસ્યાઓ ઉકેલવા સેવા સેતુનો કાર્યક્રમ યોજાશે

- text


લોકોની વિવિધ સમસ્યાઓની રજૂઆતો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાશે

મોરબી : મોરબી નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનોનો લોકોને સરળતાથી લાભ મળે અને લોકોને સ્પર્શતી અલગ અલગ સમસ્યો ઉકેલવા માટે વોર્ડ વાઇઝ સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને સ્પર્શતી સમસ્યાઓની રજુઆત અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. જેથી, સમગ્ર શહેરીજનોને આ સેવા સેતુના કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

સરકારની વિવિધ યોજનોઓનો સીધી જ રીતે લોકોને લાભ મળે અને લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ લાવવા માટે મોરબી નગરપાલિકા અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં વોર્ડ વાઇઝ સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના વોર્ડ નંબર 3, 4 માં તા.13 ઓક્ટોબરે સામાકાંઠે રામકૃષ્ણનગરની પ્રાથમિક શાળા ખાતે, વોર્ડ નંબર 1,2,6માં તા.10 નવેમ્બરના રોજ શ્રીમતી એમ.પી.શ ગર્લ્સ હાઇસ્કુલ વીસી ફાટક પાસે, વોર્ડ નંબર 8 અને 9 ના તા.29 નવેમ્બરે કોમ્યુનિટી હોલ ગુ.હ.બોર્ડ.શનાળા રોડ ખાતે અને વોર્ડ નંબર 10 અને 11 તથા 12 ના તા.13 ડિસેમ્બરના રોજ વજેપર વાડી પ્રાથમિક શાળા રામજી મંદિર પાસે મોરબી ખાતે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવક, જાતિ, ડોમિસાઈલના દાખલા, અનુ.જાતિ, અનુ.જનજાતિ, આદિ જાતિ વિકસિત વિભાગની યોજના,જિલ્લા ઉધોગ કેન્દ્રની વિવિધ યોજના,વીજળીના ઉજાલા બલ્બ, લાઈટ બીલ, કનેક્શન, મિલકત આકરાણી, મિલકત વેરાની કામગીરી, જન્મ મરણ અને લગ્નની નોંધણી, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર સહિતની મોરબી પાલિકાને લગતી વ્યક્તિગત ફરિયાદનો સ્થળ પર નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે અને બપોરના 2 વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text