રાજાવડલા રોડ પાસે ટ્રેનની ઠોકરે યુવકનું મોત

વાંકાનેર: રાજાવડલા રોડ પર ટ્રેનના પાટા પર પેડકમાં રહેતો એક યુવાન ટ્રેનની હડફેટ આવી જતા તેનું મૃત્યુ થયું છે.

બનાવની મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતો યુવાન હકાભાઇ બુટાભાઈ મકવાણા ઉંમર વર્ષ 45 રાજાવડલા રોડ પર મોર્ડન સ્કૂલની બાજુમાં આવેલા રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટ આવી જતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ઓળખ મેળવી તેના પરિવારને જાણ કરી હતી. અકસ્માતના બનાવની વધુ તપાસ વાંકાનેર પોલીસ ચલાવી રહી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274