વાંકાનેર તાલુકા અને સિટી પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ તેમજ સિટી પોલીસ દ્વારા વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે પીએસઆઈ એસ.એ.ગોહિલ, પીએસઆઈ બી.ડી.પરમાર તેમજ સિટી પોલીસ મથકે પીએસઆઈ પી.સી. મોલિયા અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા અસત્ય પર સત્યના વિજય પ્રતીક રૂપે દેશરા નિમિત્તે પોલીસ દળના વિવિધ શસ્ત્રોનું પારંપરિક રીતે પૂજન કરવામાં આવ્યું હતું અને પોલીસે વાંકાનેર પંથકમાં કાયમ શાંતિ અને સુલેહ જળવાઈ રહે તેવી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી.