શનાળા બાયપાસ પાસે તંત્રના પાપે નવ માસથી ધૂળ ખાતું પાણીનું ટેન્કર

તંત્રએ માત્ર ટાયર બલાવવાની પણ તસ્દી ન લેતા સડતું ટેન્કર

મોરબી : મોરબીમાં અંધેર તંત્રનો અવળચંડાઇ નમૂનો પ્રકાશમાં આવ્યો છે.લોકોને પ્રજાની સુવિધા આપવા ભારે બેદરકારી દાખવતા તંત્રએ હવે હદ કરી નાખી છે.તંત્રને લોકોની સુવિધા માટેના વાહનના ટાયર બદલવાની પણ ફુરસદ મળી નથી.તંત્રના પાપે શનાળા બાયપાસ પાસે પાણીનું ટેન્કર છેલ્લા નવ માસથી એક ટાયર બદલવાના વાંકે સડી રહ્યુ છે.

મોરબીમાં તંત્ર લોકોની સુવિધા આપવાના કામોમાં નિભરતા દાખવવાની હદ ઓળગી દીધી છે.જેમાં શનાળા બાયપાસ પાસે પાણીનું ટેન્કર ધૂળ ખાઈ રહ્યું છે.જેમાં માત્ર એક ટાયર બદલવાની જરૂર છે.ટાયર નકામું થતા જ નવ માસ પડેલા શનાળા બાયપાસ પાસે ટેન્કરને ખુલ્લામાં રાખી દેવાયું હતું.અહીં પાણીનું ટેન્કર રાખ્યાંને નવ માસ જેવો સમય થયો હોવા છતાં તંત્રએ હજુ સુધી એ ટેન્કરનું ટાયર બદલાવીને ફરીથી ચાલુ કરવાની.કોઈ તસ્દી લીધી નથી.જોકે અહીં ટેન્કર વર્ષો સુધી પડ્યું રહે અને આમને આમ ધૂળ ખાઈને કટાઈ જાય તો પણ પાલિકા તંત્રના પેટનું પાણી નહીં હલે એટલી હદે તંત્ર નપાણુયું પુરવાર થયું છે.જોકે તંત્રને લોકોના પરસેવાની કમાણીનું કોઈ.મૂલ્ય ન હોય તે રીતે પૈસાનું આ રીતે આંધણ કરવામાં આવી રહ્યું છે આવા અનેક વાહનો તંત્ર પાપે સડીને નકામા બની ગયા છે.