મોરબીમાં બે ચિલઝડપના બનાવના બે આરોપીઓ ઝડપાયા

રાજકોટ ડી.સી.બી.પોલીસની મદદથી બન્ને આરોપીઓની ચોરાઉ મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી

મોરબી : મોરબીમાં બે ચીલઝડપના બનાવનો એ ડિવિઝન પોલીસે રાજકોટ ડી.સી.બી.પોલીસની મદદથી ભેદ ઉકેલી નાખ્યો હતો. એ ડિવિઝન પોલીસે રાજકોટ ડી.સી.બી. પોલીસની મદદથી બન્ને ચિલઝડપના બનાવના બે આરોપીઓની ચોરાઉ મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં થોડા સમય પહેલા અલગ અલગ વિસ્તારમાં બે સોનાના ચેનની ચિલઝડપ થયાનો બનાવ એ ડિવિઝન પોલીસ દફતરે નોંધાયો હતો. આથી, મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી ચૌધરીની સુચનાને પગલે એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરી સહિતના સ્ટાફે આ ચિલઝડપના બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં બન્ને ચિલઝડપના બનાવો અંગે ઘટનાસ્થળે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ મોટરસાયકલ અને તેના ચાલકનો ફોટો મેળવી રાજકોટ ડી.સી.બી પોલીસને બાઇક અને આરોપીઓના ફોટા મોકલી આ અંગે તપાસ કરવા જાણ કરાઈ હતી. જેના આધારે રાજકોટ ડી.સી.બી.પોલીસે મોરબીના બે ચિલઝડપના બનાવો આરોપીઓ રાજવીર ઉફે રાજો વલકુભાઈ ધાંધલ ઉ.વ.21 રહે. જસદણ અને રવિ ઉર્ફે ભૂરો નટુભાઇ જોલાપરા ઉ.વ.21 રહે જસદણ જી. રાજકોટને ઝડપી લીધા હતા. આથી, મોરબી એ ડિવિઝન પોલીસે રાજકોટ ડી.સી.બી. પોલીસ પાસેથી આ આ બન્ને આરોપીઓનો કબ્જો મેળવીને વિધિવત ધરપકડ કરી હતી. તેમજ ચોરાઉ સોનાની માળા અને અઢી તોલાનો સોનાનો ચેન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274