મોરબી નજીક કતલખાને ધકેલાતા 8 ગૌવંશને ગૈસેવકોએ બચાવ્યા

આઇસર ટ્રકના ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબીના ટિબડી ગામ નજીક ગતરાત્રે ગૌસેવકોએ બાતમીના આધારે વોચ ગોઠવીને કચ્છથી તમિલનાડુ આઇસર ટ્રકમાં ભરીને કતલખાને લઈ જવાતા 8 ગૌવંશને બચાવી લીધા હતા બાદમાં ગૌસેવકે આ અંગેની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આઇસર ટ્રકના ચાલક અને ક્લીનર સામે પશુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ટિબડી ગામે રહેતા ગૌસેવકે યુવાનોને ગતરાત્રે ચોક્કસ બાતમી મળી હતી કે, કચ્છના ભચાઉ ખાતેથી આઇસર ટ્રકમાં ગૌવંશને ભરીને તમિલનાડુ કતલખાને લઈ જવાના છે અને આ આઇસર ટ્રક ટિબડી ગામ નજીક પસાર થવાનું હોવાની હકીકત મળતા ગૌસેવકોએ ત્યાં વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી જી.જે.33 9972 નંબરનું આઇસર પસાર થતા ગૌસેવકોએ તેને અટકાવીને તલાશી લેતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 4 ગાય, 3 વાછરડી અને એક ધણખૂટ મળીને કુલ 8 અબોલ પશુઓ મળી આવ્યા હતા. આથી, ગૌસેવકોએ આ અબોલ પશુઓને મુક્ત કરાવ્યા હતા બાદમાં ટિબડી ગામના ગૌસેવક પાર્થભાઈ મનસુખભાઇ નેસડીયાએ આઇસર ટ્રકના ચાલક અને ક્લીનર જયસુખભાઈ વાલાભાઈ બેરાણી અને મેહુલભાઈ સુરેશભાઈ સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274