સંકલ્પ નવરાત્રીની રાવણ દહન કરીને પુર્ણાહુતી : વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાઝયા

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવમાં સર્વ સમાજ એક તાંતણે બંધાઈને ખૂબ ઉલ્લાસભેર ગરબે ઘૂમ્યો: 3500 જેટલા બહેનોએ રજિસ્ટ્રેશન કરાવીને નિઃશુલ્ક સિઝન પાસ મેળવ્યા : અનેક બહેનોએ વિનામૂલ્યે ચણીયાચોલીનો પણ લાભ લીધો

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજીત નવરાત્રી મહોત્સવમા દશેય દિવસ સર્વ સમાજના લોકો એક તાંતણે બંધાઈને ઉલ્લાસભેર ગરબે ઘૂમ્યા હતા. ગઈકાલે અંતિમ દિવસે રાવણ દહન કરીને આ નવરાત્રી મહોત્સવની પુર્ણાહુતી કરવામાં આવી હતી. અંતમાં વિજેતા થયેલા ખેલૈયાઓને લાખેણા ઇનામોથી મહાનુભાવોના હસ્તે નવાઝવામાં પણ આવ્યા હતા.

મોરબીમાં તહેવારોની હમેશા સેવાકીય રીતે વિવિધતાસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી મહોત્સવની વિશેષ વાત એ હતી કે અહીં દરેક વર્ગના બહેનો ગરબે રમી શકે તે માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવનાર બહેનોને નિઃશુલ્ક સિઝન પાસ આપવામાં આવ્યા હતા. જેનો 3500 જેટલા બહેનોએ લાભ લીધો હતો. ઉપરાંત તમામ બહેનો ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને નવલા નોરતામાં મન મુકીને ગરબે ઘૂમે તે માટે યંગ ઈન્ડિયા ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ બહેનોને નિઃશુલ્ક ચણીયાચોલીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી.

- text

આ નવરાત્રી મહોત્સવમા દરરોજ હજ્જારોની સંખ્યામાં ખેલૈયાઓ જાણીતા કલાકારોના સુર ઉપર થિરકયા હતા. અંતિમ દિવસે ગઈકાલે અહીં મેગા ફીનાલે રાઉન્ડની સાથોસાથ રાવણ દહનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહનનો કાર્યક્રમ વધુમાં વધુ લોકો માણી શકે તે માટે અતિમદિવસે નવરાત્રી મહોત્સવમાં લોકોને ટોકન દરે એન્ટ્રી આપવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ અંતિમ નોરતે અહીં પધારીને મેગા ફીનાલેની સાથોસાથ રાવણ દહનના કાર્યક્રમને પણ માણ્યો હતો.અહીં જજીસની ટીમ દ્વારા દરરોજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતના ખિતાબ આપવામાં આવતા હતા. બાદમાં ગઈકાલે 10 દિવસના પ્રિન્સ અને પ્રિન્સેસ વચ્ચે મહામુકાબલો યોજવામાં આવ્યો હતો. જેમાં લિટલ પ્રિન્સ તરીકે સૌમ્ય યોગેશભાઈ રાચ્છ, લિટલ પ્રિન્સેસ તરીકે અર્ચિતા દિનેશભાઇ મહેતા, યંગ પ્રિન્સ તરીકે મયુર મનુભાઈ મૂછડીયા તેમજ છાયા કાંતિભાઈ સોમૈયા વિજેતા બન્યા હતા. આ વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાઝવામાં આવ્યા હતા. આમ મોરબીમાં સંકલ્પ નવરાત્રી આ વર્ષે પણ નોરતામાં છવાઈ ગઈ હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text