માધાપરવાડી શાળામાં નવરાત્રીની ઉજવણી : વિજેતા બાળાઓને શિક્ષણ કિટની ભેટ અપાઈ

મોરબી : સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ એટલે દેવોની ભૂમિ, અનેક શક્તિપીઠમાં જગત જનની જંગદમ્બાના બેસણાં છે, નવરાત્રીમાં જ્યાં જ્યાં વસે ગુજરાતી, જ્યાં જ્યાં વસે ભારતવાસી એ જગ્યાએ ગરબા ગુંજે છે,અને દૈવી શક્તિની આરધાનનાનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવાઈ છે. આ નવલા નોરતાની ઉજવણીમાં માધાપરવાડી શાળાની બાળાઓ પણ મન મુકીને ગરબે રમી હતી. શાળાની 314 શક્તિસ્વરૂપ વિદ્યાર્થીનીઓ અને દૈવી શક્તિ સ્વરૂપ તમામ શિક્ષિકા બહેનો એ મન મુકીને ગરબે રમીને માં દુર્ગાની આરધાનનાનું પર્વ દિપાવ્યું હતું.

સારી રીતે ગરબે રમનાર વિદ્યાર્થીનીઓ કાજલ કરશનભાઈ ગોલતર – રાગ તાલ, ગાયન,ચાવડા રાજલ કાંતિલાલ વેલ ડ્રેશ, ચાવડા ખુશીલા પ્રવીણભાઈ ગુડ એક્શન, ચાવડા માયા તુલસી ડાન્સ, પરમાર વંદના હંસરાજભાઈ વેલ ડ્રેસ,ચાવડા યશવંતી તુલસી વેલ એક્શન, પરમાર ભાવિકા દયારામ ઓલ દેખાવ વગેરેમાં ખૂબ સરસ દેખાવ કરનારને શૈક્ષણિક કીટ અને સ્મૃતિચિહ્નન અર્પણ કરી પ્રોત્સાહિત કરેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274