સાવસર પ્લોટની એસબીઆઈ બ્રાન્ચમાં રૂ.10, 20 અને 50ની ચલણી નોટો લેવાનો ધરાર નનૈયો

- text


જવાબદાર બેન્ક જ ચલણી નોટો સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા વેપારીઓમાં ધગધગતો આક્રોશ

મોરબી : સાવસર પ્લોટ પાસે આવેલ એસબીઆઈ બ્રાન્ચમાં રૂ.10, 20 અને 50ની ચલણી નોટો લેવાનો ધરાર નનૈયો ભણી દેવામાં આવ્યો છે.જેમાંજવાબદાર બેન્ક જ ચલણી નોટો સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા વેપારીઓમાં રોષ ફેલાયો છે.જોકે એસબીઆઈ બેંકના આ મનધડત રવૈયાથી બેકમાં લેવડ દેવડ કરવામાં બેક ખાતા ધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

આરબીઆઇ પણ બેકના નાણાંકીય વહેવારમાં કાનૂન ન લગાડે તેવી આપખુદ શાહી મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલી એસબીઆઈની બ્રાંચ ચલાવી રહી છે.આ એસબીઆઈ બેન્ક સરકાર પણ ન લાગુ કરે તેવો મનધડત ફતવો જાહેર કર્યો છે.જેમાં આ બેન્કે રૂ.10, રૂ.20 અને રૂ.50ના દરની ચલણી નોટો સ્વીકારવાનો ધરાર નનૈયો ભણી દીધો છે.જોકે ભારત સરકાર માન્ય જ ચલણી નોટો છે અને સરકારે આ ચલણી નોટો બેન્કોને નહિ લેવાનો કોઈ નિયમ જાહેર કર્યો નથી.જ્યાંથી નાણાકીય વહીવટ થાય છે અને જ્યાંથી લોકોના હાથમાં આવી ચલણી નોટો આવે છે તે બેન્ક જ આવી ચલણી નોટો સ્વીકાર કરવાની મનાઈ કરી દે તો ભારે આર્થિક કટોકટી આવી પડે તેવી નોબત સર્જાઈ તેમ છે.હાલ સાવસર પ્લોટની એસબીઆઈ બ્રાન્ચએ આ ચલણી નોટો સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા આ બેકના ખાતેદરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને વરપરીઓમાં આ મામલે ધગધગતો આક્રોશ જોવા મળી રહ્યો છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text