જન્મદિવસની વિશિષ્ટ અને પ્રેરણાદાયી ઉજવણી કરતો મોરબીનો યુવાન

મોરબી : આજ કાલ યુવાનોમાં આવેલી સામાજિક જાગૃતિને કારણે લોકો પોતાની અથવા પરિવારના બાળકથી લઈને કોઈ પણ સદસ્યના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા હોય છે, ત્યારે મોરબીના એક યુવકે પણ પોતાના જન્મદિવસની વિશિષ્ટ અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબીમાં રહેતા ગૌતમભાઈ વામજાએ પોતાના જીવનના 26 વર્ષ પુરા કરી 27માં વર્ષમાં પ્રવેશતા તારીખ 8 ઓક્ટોબરના દિવસને યાદગાર બનાવ્યો હતો. 27માં વર્ષમાં પ્રવેશતા ગૌતમભાઈએ જન્મદિવસ નિમિત્તે અન્ય ખોટા ખર્ચાઓ કરવાના બદલે રવાપર, સરદારબાગ પાસે આવેલા મધર ટેરેસાની સંસ્થામાં એક મણ કાચી ખીચડી, કેળા, ડિટરજન્ટ પાઉડર તેમજ શેમ્પુના 70 પાઉચ દાનમાં આપ્યા હતા. આ સંસ્થા એમના નિયમ પ્રમાણે રોકડ દાનની રકમ સ્વીકારતી ન હોવાથી સંસ્થાના સંચાલક દ્વારા એમની જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પ્રત્યે ધ્યાન દોરી આ અનુદાન સ્વીકાર્યું હતું. યુવકના આ પ્રેરણાત્મક સેવાકાર્યની સકારાત્મક નોંધ લેતા એમના બહોળા મિત્રવર્તુળ અને સગા સ્નેહીઓએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274