મોરબીના ટીમડીના પાટિયા પાસે દુકાનમાંથી ટાયરના મોટા જથ્થાની ચોરી

- text


ટ્રક ટેક્ટરના ટાયરની દુકાનના શટર તૂટેલા જોવા મળતા વેપારી ટાયર ચોરી થયાની પોલીસને જાણ કરી : તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ટિબંડીના પાટિયા પાસે ટ્રક ટ્રેકટરના ટાયરની દુકાનમાંથી ગતરાત્રે તસ્કરો ટાયરના મોટા જથ્થાની ચોરી કરી ગયાનું બહાર આવ્યું છે. જેમાં આજે સવારે આ ટ્રક ટેક્ટરના ટાયરની દુકાનના શટર તૂટેલા જોવા મળતા વેપારીએ ટાયર ચોરી થયાની પોલીસને જાણ કરી હતી. જેના પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ટીબંડી ગામના પાટિયા પાસે આવેલ ટ્રક ટાયરની દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ખાબક્યા હતા અને તસ્કરોએ આ દુકાનમાંથી ટ્રક ટ્રેક્ટરના ટાયરના મોટા જથ્થાની ચોરી કરી ગયા હતા. દરમિયાન આજે સવારે આ દુકાનના માલિક દુકાને આવતા દુકાનના શટર તૂટેલા જોવા મળ્યા હતા અને દુકાનની અંદર જોતા ટ્રક ટેક્ટરના મોટા જથ્થાની ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. આથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને તેમણે જાણ કરી હતી. જેના પગલે તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. જો કે તસ્કરો આ દુકાનના શટર કટર જેવા સાધનો વડે કાપીને ટાયરની ચોરી કરી હોવાની અને રૂ. આશરે 15 લાખની કિંમતના 17 જેટલા ટ્રક ટ્રેક્ટરના ટાયરો મોટા વાહનમાં ભરીને ચોરી કરી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે હજુ બનાવ સ્થળે તપાસ ચાલી રહી છે. તેથી કેટલા ટાયરની ચોરી થઈ છે એ તપાસના અંતે બહાર આવશે અને આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text