હળવદ : જૂની માથાકૂટ મામલે ઠપકો આપતા મહિલાને માર માર્યો

- text


પાડોશી પરિવારના ત્રણ મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમા પુત્રને મારવા બાબતે ઠપકો આપતા પાડોશી પરિવારના ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ માતાને ધમકી આપી અન્ય એક મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના ભવાનીનગર ઢોરે લાંબી ડેરી પાસે રહેતા સુભાનબેન મયૂદિનભાઈ ફકીર નામના મહિલાએ તેમના પડોશમાં રહેતા ચંદ્રિકાબેન મુકેશભાઈ કુરિયા, મુકેશભાઈ ગોગજીભાઈ કુરિયા, જગૃતિબેન મુકેશભાઈ, રેણુકાબેન મુકેશભાઈ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મુકેશભાઈએ ફરિયાદના દીકરાને અગાઉ મારેલ હોય જેથી તેમણે આ બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા આરોપીઓ સાહેદ ઉર્જાબેનને ગાળો આપી માર મારી આરોપી મુકેશભાઈએ છરી બતાવીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text