મોરબીના વોર્ડ 4માં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કાઉન્સિલરની કાલે ગુરૂવારે આત્મવિલોપન કરવાની ચીમકી

કાઉન્સિલરે કલેકટરને રજુઆત કરી પ્રાથમિક સુવિધા મુદે યોગ્ય કાર્યવાહી કરવા માટે આપેલું 10 દિવસનું અલ્ટીમેટમ આવતીકાલે પૂર્ણ

મોરબી : મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર 4 માં આવેલ પછાત વિસ્તારોમાં વર્ષો પછી આજે પણ પ્રાથમિક સુવિધાનું નામોનિશાન જ નથી.વર્ષોથી આ વિસ્તારોની નર્કથી બદતર હાલત છે.સફાઈ,લાઈટ, ગટર, સહિતની સમસ્યાઓના ગંજ ખડકાયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ અંગે અનેક રજુઆત કરવા છતાં તંત્રના બહેરા કાને ન અથડાતા અંતે વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સીલરે તંત્ર સામે મેદાને આવ્યા છે તેમણે અગાઉ આ મામલે તંત્રને 10 દિવસના અલ્ટીમેટમ સાથે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જે અલ્ટીમેટમ આવતીકાલે પૂર્ણ થવાનું છે.

મોરબીના સામાકાંઠે આવેલ વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીએ અગાઉ કલેકટરને રજુઆત કરી હતી કે, વોર્ડ નંબર 4 માં આવતા હાઉસિંગ બોર્ડ અને સોઓરડી સહિતની સોસાયટીઓ તેમજ પછાત વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.જેના કારણે આ વિસ્તારની નર્કથી બદતર હાલત થઈ ગઈ છે.આ વિસ્તારમાં લાઈટ, ગટર અને રોડ રસ્તા તથા સફાઈનો ગંભીર પ્રશ્ને છે ખાસ કરીને નિયમિત સફાઈ જ થતી હોવાથી ભૂગર્ભ ગટર વારંવાર ચોંકાઅપ થવાથી ઉભરાઈ છે અને ઠેરઠેર કચરાના ગંજ છે.હાલ વરસાદી વાતાવરણ હોવાના કારણે કચરાના ગંજ અને ગટર ઉભરાતા ભયકર ગંદકી છે.

પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાથી રોગચાળા વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.તેમજ પાવન પાર્ક, સોઓરડી, ભુવનેશ્વર પાર્ક, મહાવીર પાર્ક, હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રોડ બિસમાર હાલતમાં છે.તેમજ આ વિસ્તારની મોટાભગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.જોકે હાલ નવરાત્રી અને બાદમાં દિવાળી પણ અંધારપટમાં ઉજવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યાઓ મામલે અનેક વખત રજૂઆતો કરી છે.પણ તંત્રએ ક્યારેય દાદ દીધી નથી.આથી તેમણે કલેકટર રજુઆત કરીને આ તમામ પ્રશ્નોનું તા.10 ઓક્ટોબર સુધી નિરાકરણ નહિ આવે તો તેઓ અન્ય આગેવાનો સાથે મળીને કલેકટર કચેરીએ આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે. આ અલ્ટીમેટમ આવતીકાલે ગુરુવારે પૂર્ણ થવાનું છે. ત્યારે કાઉન્સિલર આ મામલે શુ કરશે અને તંત્ર શુ પગલાં લેશે તે તરફ સૌ કોઈની નજર મંડરાયેલી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274