મોરબીમાં 32 વર્ષથી ચાલતા બુટભવાની ગરબી મંડળમાં બાળાઓ ઉમંગ સાથે ગરબે ઘૂમી

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર ગૌતમ સોસાયટી-3 ખાતે છેલ્લા 32 વર્ષથી ચાલતા બુટભવાની ગરબી મંડળમાં બાળાઓ ઉમંગ સાથે નવેય દિવસ ગરબે ઘૂમી હતી. બુટ ભવાની ગરબી મંડળની સ્થાપના 1988મા થઈ હતી. તે સમયના નગરપાલિકાના કાઉન્સિલર અને હાલના સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે આ ગરબીનો શુભારંભ થયો હતો. આ ગરબીનું સંચાલન જે.ડી. મીરાણી પરિવાર દ્વારા થાય છે.

ગરબીમાં પારંપરીક ગરબા ગવાઈ છે. સાથે બાળાઓ અવનવા રાસ રમીને માતાજીની આરાધના કરે છે. કુલ 55 બાળાઓને ગરબીમાં પ્રવેશ આપવામાં આવે છે..જુનિયર અને સિનિયર એમ બે વર્ગોમાં બાળાઓને વર્ગીકૃત કરવામાં આવે છે. ગરબીમાં બાળાઓને રોજે રોજ અવનવી લ્હાણી આપવામાં આવે છે. સાથે બાળાઓ તેમજ પ્રેક્ષકો માટે નાસ્તા અને પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે. સ્વૈચ્છીક દાનથી આ ગરબીનું વ્યવસ્થાપન થાય છે. આ ગરબીમાં દર નવરાત્રીએ ઈશ્વર વિવાહ ગવાય છે. નાત જાતના ભેદભાવ વગર સમગ્ર જ્ઞાતિઓની બાળાઓ ગરબીમાં ભાગ લ્યે છે. તેમ ડો. રાજેશભાઇ જેતપરિયાની યાદીમાં જણાવાયું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text