મોરબી આઈટીઆઈમાં પ્રવેશ શરૂ : 11મી સુધી ફોર્મ ભરી શકાશે

- text


મોરબી : સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા મોરબી દ્વારા ધોરણ 8થી 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સાઓમાં અલગ અલગ 6 કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે. આ 6 ટ્રેંડમાં ખાલી રહેલી બેઠકો માટેની આ પ્રવેશ પ્રક્રિયાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓક્ટોબર છે.

ધોરણ 8 પાસ માટે આર્ક એન્ડ ગેસ વેલ્ડરમાં 38 બેઠકો ખાલી છે (કોર્ષ 1 વર્ષનો), પ્લમ્બિંગ માટે 20 જગ્યા (કોર્ષ 1 વર્ષનો), તેમજ ધોરણ 10 પાસ માટે ડ્રાફ્ટમેન સિવિલ 12 બેઠકો, ફિટર 31 બેઠકો, ઇન્સ્ટુમેન્ટ મિકેનિક 20 બેઠકો, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક 11 બેઠકો માટે (આ તમામ કોર્ષ 2 વરસ) જગ્યાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

- text

આ તમામ કોર્ષ માટે ધોરણ 8/9/10 જે લાગુ પડતું હોય તેની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાસ્ટપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબુક (મરજિયાત), અવકનો દાખલો (મરજિયાત) સાથે લાવવાનું રહેશે. વધુ માહિતી માટે એમ.ડી.વિરમગામાં મો.નં. 9925605304, જે.એચ. હળવદીયા મો.નં. 9712157417 અથવા આર.જે. પરમાર મો.નં. 9879513271 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text