હડમતિયામાં દેશી ઢોલના તાલે રમાતા પ્રાચીન રાસ-ગરબા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયામાં આજે પણ પ્રાચીન વારસો જાળવી રાખવામાં આવ્યો છે ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ગ્રામજનો દ્વારા હજુ પણ દેશી ઢોલના તાલે ગરબા ગાવામાં આવે છે. નવ નોરતાની દરેક રાત્રીઅે પ્રાચીન ગરબા જેવા કે ભુવારાસ, તલવારરાસ, જલતો ગરબો, દેશભક્તિ ગરબા જેવા અનેક ગરબા બાળાઅો વેશભુષામા સજ્જ થઈ માતાજીની આરાધના કરે છે.

ટંકારા તાલુકાના હડમતિયામાં છેલ્લા ધણા વર્ષોથી નવદુર્ગા ગરબી મંડળ તેમજ હડમતિયા ગરબી મંડળમાં ભારતીય સંસ્કૃતીનો વારસો ટકી રહે અને આપણી ગુજરાતી પ્રાચીન પરંપરા જળવાય રહે તે માટે વર્ષોથી દેશી ઢોલના તાલે બાળાઓ-બહેનો સોળે શણગાર સજીને જગદંબાની ભકિતમાં લિન બનીને રાસોત્સ્વ-ગરબાનું ગાન થાય છે અને નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરે છે.

- text

અહીં પુરુષો પણ પ્રાચીન ગરબા લઈ આનંદ માણે છે. દર વર્ષે બાળાઅોને બંને ગરબીમાં નાત-જાતના ભેદભાવ વિના દાતાઅોશ્રી દ્વારા લ્હાણી કરવામાં આવે છે અને પ્રસાદરૂપે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવે છે. આ તમામ આયોજન ગામના નવયુવાનો દ્વારા કરવામાં આવે છે. તેમજ દશેરાની રાત્રીઅે વાજતે ગાજતે ખીજડાના વૃક્ષ નીચે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પુજન કરવામા આવે છે.

- text