પોલીસ લાઈનની ગરબીમાં પી. આઈ. સોલંકીના વિદાયમાનમાં હળવદવાસીઓ થયા ભાવુક

- text


પી. આઈ. એમ. આર. સોલંકીની વડોદરામાં બદલી થઇ ગઈ હોવા છતાં શહેરની પ્રજા માટે નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કરી સલામતી અને સુરક્ષા માટે ખડેપગે રહ્યા

હળવદ : હળવદમાં ૧૯ માસ પહેલા એમ. આર. સોલંકીએ પી. આઈ. તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમની ફરજ દરમિયાન ગેર પ્રવૃતિઓની બદીને નાથવામાં ભારે સફળતા સાથે પોલીસ બેડામાં પ્રશંસા પાત્ર કામગીરી હતી. દોઢ વર્ષથી પી.આઈ. તરીકે રહેલા એમ. આર. સોલંકીએ હળવદમાં પોલીસ અધિકારી તરીકે એક આગવી ઓળખ ઉભી કરી હતી. મુળ આણંદના વતની અને હળવદમાં પી.આઈ. તરીકે ફરજ બજાવી ચૂકેલા એમ. આર. સોલંકીની વડોદરા ખાતે બદલી થતા તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટાફ સાથે સામાજીક અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળોએ મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી સન્માનીત કરીને વિદાય આપી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ સહિતના ઉપસ્થિત સૌ કોઈના આંખમાં અશ્રુ આવી જતા પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

- text

તો સાથે સાથે પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમા નોરતે હળવદવાસીઓ મોટી સંખ્યામાં ગરબે રમવા ઉમટી પડયા હતા. અને પી. આઈ. સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ નવરાત્રી મહોત્સવ સુરક્ષા, સલામતી અને શાંતિ સાથે સંપન્ન થતા હળવદવાસીઓએ વખાણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પી. આઈ. સોલંકીની આજથી ર૦ દિવસ પહેલા વડોદરા ખાતે બદલી થઈ હતી તેમ છતાં પણ હળવદવાસીઓના પ્રેમ અને પોલીસ પરિવારની લાગણીને લઈ નવરાત્રીના આયોજનમાં નવે નવ દિવસ ખડેપગે રહ્યા હતા.

- text