મોરબી નજીક કેમિકલયુક્ત પાણીથી ચાર પશુના મોત : બીજા ચારને ગંભીર અસર

- text


પાણીના ખાડામાં કોઈએ કેમિકલ યુક્ત માટી નાખતા બાજુનું તળાવ પ્રદુષિત થવાના એંધાણ : કેમિકલથી પશુના આરોગ્યને ગંભીર અસર થતા ગામલોકોમાં ઉગ્ર આક્રોશ : કેમિકલ યુક્ત માટી નાખી જનાર સામે પગલાં લેવા માંગ

મોરબી : મોરબી નજીક આવેલ ઘુનડા રોડ પણ પાણીના ખાડામાં કોઈ કેમિકલ વેસ્ટ નાખી જતા બાજુનું તળાવ પ્રદુષિત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કેમિકલ યુક્ત પાણી પીવાથી 4 અબોલ પશુઓ મોતને ભેટ્યા હતા. જેનાં પગલે ગામલોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે અને ગામલોકોએ કેમિકલ યુક્ત માટી નાખી જનાર સામે પગલાં લેવા માંગ કરી છે. મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રામ તળાવની બાજુમાં બે વર્ષ પહેલાં ખાડો ખોદવામાં આવ્યો છે. જેમાં પાણી ભરાયું છે. આ ખાડામાં ગત તા.29ના રોજ કોઈ અજાણ્યા શખ્સો કેમિકલયુક્ત માટી નાખી ગયું છે. ખાડા પાણી વચ્ચે સફેદ કેમિકલ યુક્ત માટીનો ઢગલો જોવા મળી રહ્યો છે. જેના કારણે બાજુના તળાવનું પાણી પણ કેમિકલયુક્ત બની ગયું છે અને તળાવનું પાણી પ્રદુષિત થવાની ભીતિ સેવાઇ રહી છે.

- text

આ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે, હવે પછી ભારે વરસાદ પડે તો ખાડામાં રહેલું કેમિકલ યુક્ત પાણી બાજુના તળાવના પાણીના પ્રવાહમાં ભળી જશે. જેથી, આ તળાવનું પાણી પ્રદુષિત બની જાય તેવી દહેશત છે. હાલ તળાવનું પાણી ગામના અબોલ પશુઓ પીએ છે. તેમજ મહિલાઓ તળાવના પાણીનો કપડાં ધીવામાં અને નાહવા માટે ઉપયોગ કરે છે. જો કે આ વર્ષ ભારે વરસાદ પડતાં આ તળાવ છલોછલ ભરાયેલું છે. અગાઉ બે વર્ષ સુધી આ તળાવ ખાલી હતું. હવે તળાવ ભરાઈ ગયું છે. પણ કેમિકલનો કારણે મોટો ખતરો ઝળુંબી રહ્યો છે. ત્યારે આ કેમિકલ યુક્ત ઝેરી પાણી પીવાથી એક ગાય, એક ભેંસ, પાડી અને શ્વાન મળીને ચાર પશુઓ મોતને ભેટ્યા છે. અને ચારથી પાંચ બીજા પશુઓને કેમિકલ વળું પાણી પીવાથી ચામડીના રોગ થયા છે. આથી, ગામલોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને જવાબદારી સામે પ્રદુષણ બોર્ડ પાણીના નમૂના લઈને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text