મોરબી સિવીલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓ

- text


મોરબી : મોરબી જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પીવાના પાણીની કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ નથી. જ્યારે સોનોગ્રાફી રીપોર્ટ કરાવ્યા પહેલા મીનીમમ દોઢથી બે લીટર જેવું પાણી પીવાની ડોકટર સલાહ આપે છે. જેથી, સોનોગ્રાફી રીપોર્ટ સ્પષ્ટ આવે. પણ ટ્રોમા સેન્ટરમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ના છુટકે દર્દીઓએ બહારથી પાણીની બોટલો મંગાવી પડી રહી છે. આ ઉપરાંત, ટ્રોમા સેન્ટરમાં એક એ.સી. આશરે છેલ્લા પંદર દિવસથી અને બીજુ એ.સી. આશરે સાત દિવસથી બંધ પડેલ છે. આ અંગે અધિક્ષકને રીપોર્ટ કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી બેમાંથી એક પણ એ.સી. ચાલુ કરાવામાં આવ્યા નથી.

- text

વધુમાં, ચાર વર્ષથી કાર્યરત ટ્રોમા સેન્ટરમાં હજુ સુધી સર્વન્ટ ફાળવાયા નથી. જે તે વોર્ડમાં એડમીટ દર્દીઓ હોય કે પછી ઈમરજન્સી વોર્ડના દર્દીઓને એકસ-રે, સોનોગ્રાફી કે સી.ટી. સ્કેન કરવાના હોય તો જે તે વોર્ડના સર્વન્ટો દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં મુકીને જતાં રહે છે અને ટ્રોમા સેન્ટરમાં સર્વન્ટ ન હોવાથી રીપોર્ટ કરાવવામાં દર્દીના સગાને રહેવાનું હોય છે. પરંતુ બિનવારસી દર્દીઓના રીપોર્ટ કરવામાં ભારે હાલાકી પડે છે. જેથી, ત્યાં હાજર અન્ય દર્દીઓના સગાઓએ મદદે જવું પડે છે. છતાં પ્રસાસન ટ્રોમા સેન્ટરમાં સર્વન્ટ ફાળવવા તસ્દી લેતું નથી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text