મોરબીમાં સીએનજી રિક્ષાની ચોરી કરનાર આરોપી ઝડપાયો

- text


એ ડિવિઝન પોલીસે 12 સપ્ટેમ્બરના રોજ થયેલી રિક્ષાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાસેથી ગત તા.12 સપ્ટેમ્બરના રોજ એક સીએનજી રિક્ષાની ચોરી થઈ હતી. એ ડિવિજન પોલીસે આ રીક્ષા ચોરીનો બનાવ ઉકેલી નાખીને ચોરાઉ રીક્ષા સાથે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી ડી.જી.ચૌધરીની મોરબી શહેરમાં બનેલા વાહન ચોરીના બનાવો અટકાવવા તથા વાહન ચોરીના બનેલા બનાવની ભેદ ઉકેલી નાખવાની સૂચના આપતા એ ડિવિઝન પી.આઇ. આર જે. ચૌધરી, પી.એસ.આઇ. વી. આર. શુક્લ અને સ્ટાફના ભાવેશભાઈ મિયાત્રા, ભરતભાઇ ખાંભરા સહિતના ગઈકાલે પંચાસર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે પંચાસર ચોકડી પાસેથી એક સીએનજી રીક્ષા શંકાસ્પદ હલતના નીકળતા રિક્ષાને અટકાવી તેના ચાલક દિલીપભાઈ દેવરાજભાઈ છનીયારા ઉ.વ.34 રહે. રાજકોટ 150 ફૂટ રિંગરોડ, રૈયા ચોકડી, ફૂટપાથ ઉપર વાળાને આ રીક્ષા અંગે પૂછપરછ કરતા તેણે તા.12 સપ્ટેમ્બરના રોજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ સામેથી આ સીએનજી રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ આ શખ્સ વર્ષ 2017માં મોરબી એ ડિવિઝન વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરીમાં પકડાયો હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે આ શખ્સની ચોરાઉ રીક્ષા સાથે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text