કોલેજના યુવાનો દ્વારા ‘Silent Traffic’ અંતર્ગત ‘Photo Walk’ની ઇવેન્ટ યોજાઈ

મોરબી : મોરબીના કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો દ્વારા ‘Silent Traffic’ ગ્રૂપની રચના કરવામાં આવી હતી. આ ગ્રુપનો હેતુ યુવાનોમાં રહેલી સુષુપ્ત કળાને ઓળખી પ્રોફેશનની સાથે પેશનનો સમન્વય કરી કલાને બહાર લાવવાનો છે. ‘Silent Traffic’ ગ્રુપની કામગીરી અંતર્ગત ગઈકાલે તા. 6 ઓક્ટોબરના રોજ ‘Photo Walk’ ઇવેન્ટ યોજવામાં આવી હતી. જેનો રૂટ કેસર બાગથી ઝુલતો પુલ સુધીનો હતો. આ રૂટમાં આવતી ખાસ જગ્યાઓ, પ્રાકૃતિક સૌંદર્ય અને વહેલી સવારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. જેના માટે ફોટોગ્રાફી નિષ્ણાત દ્વારા માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં રાજ પટેલ, ચૈતન્ય રાવલ, કેવલ પટેલ, કિશન બારૈયા, કૃણાલ વૈષ્ણવ, અક્ષય પટેલ સહિતના યુવાનો જોડાયા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274