મોરબી : સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ હરિભક્તોને વિજશોક લાગ્યો : એકનું મોત

- text


પુસ્તકો માટેના રૂમની કામગીતી વખતે વિજલાઈનને અડકી જતા આ કરુણ ઘટના સર્જાઈ

મોરબી : મોરબી બાયપાસ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આજે પુસ્તકો માટે રૂમ બનાવતી વખતે ઉપરથી માપ લેવા જતા જીવિત વિજલાઈનને અડકી જવાથી ત્રણ હરિભક્તોને વિજશોક લાગ્યો હતો. જેમાંથી એક હરિભક્તનું કરુણ મોત નીપજ્યું હતું. બાકીના બે હરિભક્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. આ બનાવથી હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- text

મોરબીના બાયપાસ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આજે હરિભક્તો દ્વારા પુસ્તકો માટે અલગ રૂમ બનાવવામાં આવતો હતો અને હરિભક્તોએ રૂમ બનાવવાના કડીયાકામ માટે ઉપરથી માપ લેતા હતા. ત્યારે અચાનક ઉપરથી પસાર થતી 11 કે.વી.ની જીવિત વિજલાઈનને અડકી જતા ત્રણ હરિભક્તોને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. જેમાં રાઘવજીભાઈ અમરશીભાઈ ભૂત ઉ.વ.57, રહે રવાપર રોડ દેવ એપાર્ટમેન્ટ, લવજીભાઈ વિરજીભાઈ જાકાસણીયા રહે જેતપર મોરબી અને નાગરભાઈ પોપટભાઈ ઉ.વ.55 રહે નવા ધનાળાને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. જેમાંથી એક લવજીભાઈ વિરજીભાઈ જાકાસણીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે રાઘવજીભાઈને ગંભીર ઇજા થતાં તેમને તાકીદે રાજકોટ ખસેડાયા છે.જ્યારે નાગરભાઈને સામાન્ય ઇજા પહોંચી છે. જોકે કડીયાકામ માટે હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટીથી ઉપર માપ લેવા જતા આ પટ્ટી ઉપર વિજલાઈનને અડી જતા આ કરુણ ઘટના સર્જાઈ હતી. આ બનાવને પગલે હરિભક્તોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

- text