મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીમાં વિકાસ વિદ્યાલય તથા ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સ ક્લબની સિલ્વર જયુબેલી ઉજવણી અંતર્ગત તેમજ ગાંધીજીની 150મી જન્મજયંતિના અવસરે શોભેશ્વર રોડ પર આવેલા વિકાસ વિદ્યાલય ખાતે ઓપન મોરબી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધો. 5થી 12માં અભ્યાસ કરતા આશરે 17 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેના વિષયો ‘સ્વચ્છતા અને પૂજ્ય ગાંધીજી’ તથા ‘ભારતની સ્વતંત્રતામાં પૂજ્ય બાપુનું યોગદાન’માંથી કોઈ એક વિષય પર ઓછામાં ઓછું 3 મિનિટથી વધુમાં વધુ 7 મિનિટ સુધી વક્તૃત્વ આપ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને ભણવા માટે ઉપયોગી કીટ આપવામાં આવી હતી. આ તકે કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશીએ વિદ્યાર્થીઓને સ્વચછતા વિષે સમજણ આપી હતી. તેમજ ઘનશ્યામભાઈ અધારા, અનિલભાઈ કાવર, જયદિપસિંહ રાઠોડ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text