પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદીને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ભાવાંજલિ

- text


મોરબી : મોરબી જિલ્લાના ચરાડવા ગામે જન્મેલા અને અમદાવાદ ખાતે કિડની હોસ્પિટલના સ્થાપક ડો. એચ. એલ. ત્રિવેદીના નિધન અન્વયે ભાવાંજલિ અર્પતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ડો. એચ. એલ. ત્રિવેદી કળિયુગના ઋષિ પુરુષ હતા. ગરીબ દર્દીઓ માટેની તેમની ખેવનાને લીધે પદ્મશ્રીનો ઈલ્કાબ પણ તેમને મળ્યો.

ડો. એચ. એલ. ત્રિવેદી સાથેના અંગત સંબંધોને વાગોળતાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, “ડો. ત્રિવેદી સાહેબ કિડની હોસ્પિટલ સ્થાપવા જે સંઘર્ષ કરી રહ્યા હતા તેનો હું સાક્ષી રહ્યો છું. નિયમિતતા, પ્રામાણિકતા તેમનામાં અજોડ હતી. કિડનીના દર્દીઓની સારવાર માટે તેમણે જિંદગી ખર્ચી દીધી હતી. એવા વિભૂતીનાં અવસાનથી સમાજને ભારે ખોટ પડી છે. સને 1985માં તેઓશ્રી સાથે બંધાયેલો મારો સંબંધ તેમના અંતિમકાળ સુધી અકબંધ રહ્યો છે. અનેક ગરીબ દર્દીઓની સારવારમાં હું નિમિત્ત બનીને ડો. ત્રિવેદી સાહેબ પાસે લઇ જતો. આવા દર્દીઓ હવે નોંધારા બનશે એનું દુઃખ અહેસાસી રહ્યો છું. સદ્દગત પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પું છું.”

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text