મોરબીની આર્ટ્સ કોલેજમાં NSS દિવસની વિશેષ ઉજવણી કરાઈ

- text


મોરબી : ગત તા. 24 સપ્ટે.ના રોજ મોરબી જિલ્લા કક્ષાનો NSSની ઉજવણીનું આયોજન યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રોફેસર વનીતાબેન કગથરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના યજમાન ડો. એલ. એમ. કંઝરીયાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન રેખાબેન એરવાડીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનોની સાથે CDPO ભાવનાબેન ચારોલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોરબીની મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘બેટી બચાવો – બેટી પઢાઓ’ નાટક સહિતની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. હળવદની ડી. વી. રાવલ આર્ટ્સ & કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘ભૃણ હત્યા અટકાવો’ નાટક, એકપાત્રીય અભિનય ‘પર્યાવરણ બચાવો’ સહિતની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તલવાર રાસ તથા સમૂહ ગીત રજુ કરવામાં આવ્યું તેમજ ગાંધીજીના વિચારો ઉપર સ્પીચ આપવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડો. સતિષભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમની આભારવિધિ પ્રોફેસર ડંગી દ્વારા કરવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text