મોરબી અપડેટની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ..આભાર મોરબીવાસીઓ..

- text


મોરબી : કોઈ એક જ જિલ્લાના સમાચારો આપતી એપ્લિકેશન એક લાખથી વધુ ડાઉનલોડ થઈ તેવી સમગ્ર ગુજરાતની પ્રથમ ન્યુઝ એપ્લિકેશનનું ગૌરવ “મોરબી અપડેટ”ને મળ્યું છે. આ ગૌરવ અપાવવા બદલ “મોરબી અપડેટ” ખાસ મોરબી જિલ્લાના તમામ લોકો અને દેશ-વિદેશમાં રહેતા મોરબીવાસીઓ સહિત સર્વે વાંચક મિત્રોનો આભાર માને છે. માત્ર થોડા જ સમયમાં “મોરબી અપડેટ” બીજમાંથી રૂપાંતરિત થઈને વટવૃક્ષ બન્યું છે. જેનો શ્રેય વાંચકોના વિશ્વાસ તેમજ અમારા ટીમના સભ્યોની મહેનત અને સાથે મોરબીના તમામ ક્ષેત્રના લોકોના સહયોગને જાય છે.

આજથી બે વર્ષ પૂર્વે મોરબી જિલ્લાને અપડેટ રાખવા અને વાસ્તવિકતા સાથેના ટુ ધ પોઇન્ટ સમાચારો ત્વરિત આંગળીના ટેરવે મળી જાય તેવા હેતુથી “મોરબી અપડેટ” ડિજિટલ ન્યુઝ નેટવર્ક શરૂ થયું હતું. આજે મોરબી જિલ્લાની તમામ ઘટનાઓ ઘટે એટલે તેની આધારભૂત માહિતી માત્ર થોડી જ ક્ષણોમાં “મોરબી અપડેટ”ના માધ્યમથી વાંચકો સુધી પહોંચતી થઈ છે. લોકોના દરેક નાના મોટા પ્રશ્નોને વાંચા મળતા “મોરબી અપડેટ” ખૂબ ટૂંકા ગાળામા જ ભારે લોકપ્રિય બન્યું છે. સામે તંત્રએ પણ “મોરબી અપડેટ”માં પ્રકાશિત થયેલા તમામ પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણ દાખવ્યુ છે. આમ લોકોના વિશ્વાસ અને તંત્રની હકારાત્મકતાના લીધે “મોરબી અપડેટે” ખૂબ ઝડપથી લોકચાહના મેળવી છે.

Morbi Update મોરબી જિલ્લાના અને મોરબી સાથે સંકળાયેલા સમાચારો જ આપતું ડિજિટલ ન્યુઝ નેટવર્ક છે. morbiupdate.com ન્યુઝ વેબસાઈટ અને ન્યુઝ એપ્લિકેશન તેમજ ફેસબૂક અને યૂટ્યૂબ તેમજ ટ્વિટર, ટેલિગ્રામ જેવા માધ્યમો દ્વારા દરરોજ લાખો મોરબીવાસીઓને મોરબી જિલ્લાની પળે પળની હલચલ અને વિશ્વનીય સ્થાનિક સમાચારો સૌથી પહેલા તેમના મોબાઈલમાં પોહચાડી રહ્યું છે. તેના કારણે જ હાલમાં મોરબી અપડેટ ન્યુઝ નેટવર્ક નિયમિત બે લાખથી વધુ વાચકો ધરાવતું મોરબીનું નંબર વન ન્યુઝ નેટવર્ક બન્યું છે.

મોરબી અપડેટની એન્ડ્રોઈડ એપ્લિકેશન હાલ 1.05 લાખ લોકો તેમના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી નિયમિત વાપરી રહ્યા છે. મોરબી અપડેટ દ્વારા હવે ટુક સમયમાં એપલ આઈફોન મોબાઈલ ધારકો માટે પણ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. એપ્લિકેશન ઉપરાંત અમારી morbiupdate.com ન્યુઝ વેબસાઇટ પર પણ દરરોજ નિયમિત 70 હજારથી વધુ લોકો ન્યુઝ વાંચવા આવી રહ્યા છે. મોરબીઅપડેટ.કોમ ઉપર અત્યાર સુધીમાં કુલ 3.41 કરોડ વખત લોકોએ ન્યુઝ વાંચ્યા છે.

આ ઉપરાંત મોરબી અપડેટના ફેસબુક પેજને 1.05 લાખથી વધુ લોકો લાઈક અને 1.28 લાખથી વધુ લોકો ફોલો કરી રહ્યા છે. જ્યારે મોરબી અપડેટના સમાચારો અને વિશેષ વિગતોની લિંક મોરબી અપડેટના 200થી વધુ વોટ્સએપ ગ્રુપ અને ટ્વિટર, ટેલિગ્રામ સહિતના માધ્યમો દ્વારા લાખો લોકો સુધી ફોરવર્ડ થઈ રહી છે.

જ્યારે મોરબી અપડેટ દ્વારા માત્ર સમાચારો નહીં પણ સમાચારથી વધુ આપવાના પ્રયાસ રૂપે ખાસ મોરબી જિલ્લાના વિશેષ કાર્યક્રમો, હકારાત્મક પ્રવૃતિઓને ફેસબુકના માધ્યમથી લાઈવ લાખો લોકો સુધી પોહચડવામાં આવે છે. તેમજ મોરબી અપડેટના વિશેષ શો મહેમાનો ઓહ વ્હાલા, મોરબી વોન્ટ્સ, એક લટાર ગામડે, સંગીત કાર્યક્રમ મેઘધનુસ જેવા વિડિઓ શો પણ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. જયારે મોરબી અપડેટ દ્વારા મોરબીનો પ્રથમ લોકલ એપ રેડીઓ પણ શરૂ કરવામાં આવ્યો છે.

- text

આ ઉપરાંત મોરબી અપડેટ નજીવા દરે વેપાર ધંધાની જાહેરાતો પણ લાખો લોકો સુધી પોહચડવાનું વિશ્વસનીય અને અસરકારક માધ્યમ બન્યું છે.

મોરબી જિલ્લાના સ્થાનિક તાજા સમાચાર મેળવીને મોરબી જિલ્લાની રોજ બરોજની ઘટનાની અપડેટ મોરબી જિલ્લાના લાખો લોકોની સાથે સમગ્ર દેશ અને દુનિયાના ખૂણે ખૂણામાં વસતા મોરબીવાસીઓ પણ “મોરબી અપડેટ” સાથે સતત જોડાયેલા રહીને પોતાના વતનના તમામ સમાચારો મેળવતા રહે છે.

મોરબી જિલ્લાના લોકોને ત્વરિત સચોટ સમાચાર મળતા રહે અને લોકપ્રશ્નોને વાચા મળતી રહે તે માટે “મોરબી અપડેટ” સાથે જોડાયેલા પત્રકાર મિત્રો અને સમગ્ર મોરબી અપડેટ ટીમની કામગીરી પણ સરાહનીય રહી છે. મોરબી અપડેટની સફળતા માટે મોરબી અપડેટ સમગ્ર ટીમનો પણ આભાર વ્યકત કરે છે.

એક માત્ર વ્યવસાહિક હેતુ નહીં પણ આપણાં મોરબીને જરૂરી ઘટનાની અપડેટ આપવાની સાથે સમગ્ર મોરબીને પણ અપડેટ કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવવાના શુભ હેતુ સાથે ચાલી રહેલા “મોરબી અપડેટ”ને ખૂબ ઓછા સમયમાં અકલ્પનિય સિદ્ધિઓ અપાવવા બદલ સર્વે મોરબીવાસીઓ તેમેજ વાંચક મિત્રો, પત્રકાર મિત્રો અને તંત્રવાહકો, વિજ્ઞાપન દાતાઓનો “મોરબી અપડેટ” દિલથી આભાર વ્યક્ત કરે છે. અને સદાય આ રીતે આપ સૌનો પ્રેમ અને સાથ સહકાર મળતો રહે તેવી અભ્યર્થના.

મોરબી જિલ્લાના પ્રથમ અને નંબર વન તેમજ સૌથી વધુ વાચકો ધરાવતા ડિજિટલ ન્યુઝ નેટવર્ક Morbi Updateની સાથે આપ પણ જોડાવો અને મેળવતા રહો મોરબી જિલ્લાની પળે પળની હલચલ..

વેબસાઈટ
http://morbiupdate.com
આપણું મોરબી..આપણા સમાચાર..

એપ્લિકેશન
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા માટે અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

યૂટ્યૂબ ચેનલ
મોરબી જિલ્લાના વિશેષ વિડિઓ શો જોવા માટે અમારી Morbi update ની યૂટ્યૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

મોરબી જિલ્લાની તમામ અપડેટ સૌથી પેહલા મેળવો ટેલિગ્રામ ઉપર
મોરબી અપડેટના તમામ સમાચારોની અપડેટ સૌથી પેહલા મેળવા માટે ટેલિગ્રામ ઉપર અમારી Morbi updateની ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
https://t.me/morbiupdate

ફેસબુક
મોરબી અપડેટ સાથે ફેસબુક પર એક લાખથી વધુ લોકો જોડાયેલા છે. ફેસબુકમાં અમારી સાથે જોડાવા નીચેની લિંક પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો.
https://www.facebook.com/morbiupdate/

ટ્વીટર
ટવીટર પર મોરબી અપડેટ સાથે જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરી Morbi Updateને ફોલો કરો.
https://twitter.com/morbiupdate/

સમાચાર, પ્રેસનોટ અને જાહેરખબર માટે વોટ્સઅપ કરો : 9227432274

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક ન્યુઝ વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી.

- text