અમરસર નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યુવકનું મોત

- text


વાંકાનેર : અમરસર નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જતા એક અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રેલવે પોલીસે સ્થાનિક પોલીસને જાણ કરી છે. હાલ પોલીસ દ્વારા યુવકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના અમરસર અને સિંધાવદર ગામ વચ્ચે આજે બપોરના સમયે કોઈ ચાલુ ટ્રેનમાંથી પડી જતા એક અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે. આ યુવકની ઉંમર આશરે 35 વર્ષ છે. તેને કાળા- બ્લુ રંગનો શર્ટ તેમજ દુધિયા લાઈનિંગ વાળી લૂંગી પહેરી છે. તેને દાઢી પણ છે. હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે યુવકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. જો કોઈને આ યુવક અંગે જાણ હોય તો જ્યૂભા મો.નં. 9426996437નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text