મોરબીની એલ. ઈ. કોલેજમાં ‘ઈન્ટર્નશિપ ટોક’ સેમીનાર યોજાયો

- text


મોરબી : મોરબી સ્થિત એલ. ઈ. કોલેજમાં ગત તા. 24 સપ્ટે.થી 26 સપ્ટે. સુધી ‘ઈન્ટર્નશિપ ટોક’ સેમીનાર યોજાયો હતો. જેમાં ત્રણેય દિવસો માટે અલગ-અલગ વક્તાઓ તરીકે રહીમ પંજવાની, વેદાંત શુક્લા તથા રીચીશા આચાર્યએ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ અંગે વકતવ્ય આપી માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને મુખ્યત્વે વ્યવસાયિક ક્ષેત્રને લગતા નિર્ણાયક પરિબળો એટલે કે ઈન્ટર્નશિપ, ટ્રેનિંગ તથા MOOC (Massive Online Open Courses) વિશે ચર્ચા-વિચારણા કરી દરેક પરિબળોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઘરે બેઠા વિશ્વની ટોપ યુનિવર્સીટી એનરોલમેન્ટ કરીને અભ્યાસ કરી શકે તેની પ્રક્રિયા સમજાવી હતી. આ તકે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને નોકરી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવા માટે વક્તાઓનો આભાર માન્યો હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text