માળીયામાં તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આશા સંમેલન યોજાયું

- text


માળીયા (મી) : માળિયામાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા દ્વારા બોડા હનુમાનજી આશ્રમ ખાતે ડૉ. ડી. જી. બાવરવાના માગૅદશન હેઠળ આશા સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમા ગત વર્ષ આશા બહેનો દ્વારા સારી કામગીરી માટે પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક આપી ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ક્વૉલિટી ઓફિસર ડૉ. હાર્દિક રંગપરિયા ઉપસ્થિત રહી આશા બહેનોને પ્રોત્સાહીત પ્રવચન આપ્યું હતું. પી. એચ. સી આશા દ્વારા ગરબા, નાટક, પપેટ શો, વકતૃત્વ સ્પધૉઓ કરવામાં આવી હતી.

- text

ડો. ડી. જી. બાવરવા દ્વારા તમામ આશા બહેનોને આરોગ્યની દરેક સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેની તકેદારી રાખવા અને આરોગ્યની સેવાઓનો વ્યાપ વધારવા બદલ આભાર વિધિ કરવામા આવી હતી. આશા સંમેલનને સફળ બનાવવા માટે તાલુકા સુપરવાઇઝર નરેશ પરમાર, કમલેશ નિમાવત, પંકજ પીઠડીયા, મુકેશ પરમારએ જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text