બાઈક પર માતાના મઢે જતા રાતાભેરના દંપતીને માળીયા નજીક અકસ્માત નડ્યો

- text


ખરાબ રસ્તાને કારણે બાઈક પર પતિ સાથે બેસેલી મહિલા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા

માળીયા : રાતાભેર ગામના પતિ-પત્ની બાઈક પર માતાના મઢે જઈ રહ્યા હતા ત્યારે માળીયા નજીક સત્કાર હોટલ પાસે ખરાબ રસ્તાને કારણે બાઈક પાછળ બેસેલી મહિલા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં 108 દ્વારા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડાઇ હતી.

મળતી માહિતી અનુસાર રાતાભેર ગામના હિતેશભાઈ એમના પત્ની જાગૃતિબેન સાથે બાઈક પર માતાના મઢે જવા નીકળ્યા હતા. ત્યારે માળીયા નજીક આવેલી સત્કાર હોટલ પાસે ખરાબ રસ્તાને કારણે જાગૃતિબેન ઉં.વ.28 ઉછળીને નીચે પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સને જાણકારી મળતા માળીયા 108ના પાયલોટ હનીફભાઈ અને હિંમતભાઈ તુરંત ઘટના સ્થળે ઘસી ગયા હતા. જ્યાં જાગૃતિબેનને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા જણાતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text