મોરબીની આર્ટ્સ કોલેજમાં NSS દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

- text


મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં NSS વિભાગ દ્વારા કોલેજના આચાર્ય ડો. એલ. એમ. કંઝારિયાના માર્ગદર્શન હેઠળ વન ડે કેમ્પ ‘સ્વચ્છતા અભિયાન’ યોજવામાં આવ્યું હતું. જેમાં NSS યુનિટના 100 જેટલા વિદ્યાર્થીઓની વિવિધ ટુકડીઓ પાડીને સમગ્ર કોલેજ બિલ્ડીંગ અને બહારના ભાગે આવેલ ઉદ્યાનની સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધી ટુકડી, સરદાર ટુકડી, સરોજિની નાયડુ ટુકડી, વિવેકાનંદ ટુકડી, દયાનંદ સરસ્વતી ટુકડી એમ વિવિધ ટુકડીઓ પાડીને કોલેજ કમ્પાઉન્ડ અને બિલ્ડીંગ ફરતા વાવેલ વૃક્ષોની આસપાસ બીનજરુરી ઘાસને ઉખેડી, નિંદામણ કરી ભૂમિ સમતોલન કરવામાં આવ્યું હતું. તેમજ કોલેજના વર્ગખંડો અને લોબી વિસ્તારમાંથી કચરો કાઢીને ધોવામા આવ્યા હતા.

- text

દરેક ટુકડીઓ પર પ્રોફેસર કાથડ, પ્રોફેસર રાજપૂત, પ્રોફેસર જોશી, પ્રોફેસર દંગી સહિતના અધ્યાપકો દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. કોલેજના કર્મચારી રાજુભાઈ પરમારે સફાઈના વિવિધ સાધનો પુરા પાડવાની તથા પાણીની વ્યવસ્થા કરી હતી.

કાર્યક્રમના અંતમાં કોલેજના આચાર્ય ડો. એલ. એમ. કંઝારિયાએ સર્વેનો આભાર માન્યો હતો. તેમજ NSS દ્વારા રાષ્ટ્રના સફાઈ અભિયાનને સહયોગરૂપ કાર્ય કરવા બદલ શુભકામના પાઠવી હતી.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text