માળીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સવૅ રોગ નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : આયુષ્માન ભારત પખવાડિયા ઉજવણી અંતર્ગત આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, માળીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સરલાબેન જગદીશભાઈ લોદરીયા ચેરીટેબલ ટ્રસ્ટ – જુના ધાટીલાના સહયોગથી આયોજીત સરકારી આયુર્વેદ દવાખાના તથા મોબાઇલ હેલ્થ યુનીટ માળીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ખાખરેચીના સહયોગથી સવૅ રોગ નિદાન કેમ્પ તથા NCD સ્ક્રીનિંગ કેમ્પ રાખેલ હતો. જેમા ડૉ. એ. એ. શેરશીયા (એમ.ડી.આયુ) તથા ડૉ. રામ રોજસરા અને સી. એચ. ઓ માનસી પાઠક દ્વારા ચામડીના રોગો જેવા કે દાદર, ખરજવું, ખીલ વગેરે તથા સાંધાના વા, પેટના રોગો, હરસ, મસા, ભગંદરના દર્દીઓને નિદાન તથા સારવાર કરવામા આવી હતી. તથા એન. સી. ડી. સ્ક્રીનિંગ કેમ્પમા 30 વર્ષ ઉપરના તમામનુ ડાયાબીટીસ તથા બી. પી. ચેકઅપ કરી નિદાન તથા સારવાર કરવામાં આવી હતી. કેમ્પમા માજી સરપંચ કાંતિલાલ વીડજા તથા સર્વે સ્ટાફે સહયોગ આપ્યો હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text