વેણાસર ગામ નજીક રીક્ષા ચાલકે ટ્રક ડ્રાયવર પર હુમલો કર્યો

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મી. તાલુકાના વેણાસર ગામ નજીકથી જઈ રહેલા ટ્રક ચાલકને એક અજાણ્યા રિક્ષા ચાલક સહિત બે ઈસમોએ ધારીયાનો ઘા મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ટ્રક ડ્રાયવરે માળીયા મી. પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક સહિતના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જડકા ગામે રહેતો અને ડ્રાઇવિંગનું કામકાજ કરતો ઈસ્માઈલ ઉસ્માન લાખા જાતે સંધી (ઉ.વ.38) નામનો યુવાન તેનો ટ્રક લઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબી નજીકના વેણાસર ગામ પાસે એક અજાણી ઓટોરિક્ષાને ઓવરટેક કરતી વખતે સાઈડ આપવામાં વાર લાગતા ઓટો રિક્ષાના ચાલક તેમજ તેની સાથેના અજાણ્યા માણસે ઝઘડો કર્યો હતો અને ધારીયાનો ઘા જમણાં હાથે મારીને ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય ઇસમે છરી વડે મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે ભોગ બનનાર ઇસ્માઇલે માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પી.જી.પનારાએ વધુ તપાસ હાથ ધરી છે.

- text