મોરબી : અપંગ કારચાલક પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ માંગતા પોલીસમેનને ધમકી

- text


કારચાલક સહિત બે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

મોરબી : મોરબી નજીક હાઇવે પર લાલપર ગામ પાસે ગઈકાલે અપંગ કાર ચાલક પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ માંગતા નહિ હોવાથી ફરજ પરના પોલીસ કર્મચારી એ વાહનને લઈને તાલુકા પોલીસ મથકે લાવીને કાર્યવાહી હાથ ધરી હતી.આ બાબતનો ખાર રાખી અપંગ કાર ચાલક સહિત બે શખ્સોએ પોલીસ કર્મચારીને ગાળો આપી ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી જયદીપભાઈ હર્ષદભાઈ પટેલે મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડમાં રહેતા કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત અને અજયભાઈ હસમુખભાઈ નિમાવત સામે તાલુકા પોલીસ મથકેમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક સંતકૃપા હોટલ સામે ટ્રાફિકની ફરજ પર હતા તે સમયે આરોપી કલ્પેશભાઈ નિમાવત ત્યાંથી પોતાની કાર લઈને નિકળા હતા.જોકે આ આરોપી અપંગ હોવાથી પોલિસે મેને તેમની પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ માંગ્યું હતું પણ ડ્રાઈવિંગ લાયસન્સ આરોપી પાસે ન હોવાથી ફરિયાદી પોલીસ મેને તેમનું વાહન તાલુકા પોલીસ સ્ટેશને લાવીને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બીજો આરોપી વચ્ચે પડીને ગાળો આપી હતી અને બન્ને આરોપીઓ ફરિયાદી સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરજમાં રૂકાવટ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું તાલુકા પીલીસ આ અંગે બન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text