મોરબી : ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

- text


હાથ ઉછીનાં લીધેલા જ રૂ.4.74 લાખનું ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ

મોરબી : મોરબીમાં હાથ ઉછીનાં લીધેલા રૂ.4.74 લાખ પરત આપવા માટે આપેલો ચેક બાઉન્સ થયાનો કેસ અહીંની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એકવર્ષની કેદની સજા ફટકારી છે.તેમજ હાથ ઉછીનાં લીધેલા રૂ.4.74 લાખનું વળતર ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

- text

આ ચેક રિર્ટન કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા વિક્રમસિંહ જામભા જાડેજાએ આરોપી ભુપતભાઇ ઠાકરશી ભાઈ ધમેચા સામે ચેક રિર્ટનના કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો. જેમાં ફરિયાદી વિક્રમસિંહ જામભા જાડેજાએ ગતતા.9 ફ્રેબ્રુઆરી 2014ના રોજ આરોપી ભુપતભાઇ ધામેચાને રૂ.4.74 લાખ હાથ ઉછીનાં સંબંધ દાવે આપ્યા હતા. ત્યારે આરોપીએ આ રકમની વળતર પેટે જે ફરિયાદીને ચેક આપ્યો હતો તે ચેક બાઉન્સ થયો હતો.તેથી તેમણે ગતતા.28 માર્ચ 2014ના રોજ કોર્ટમાં આ અંગે કેસ દાખલ કર્યો હતો.ત્યારે આ ચેક રિર્ટનનો કેસ ફર્સ્ટ એડિશન ચીફ જ્યૂડી. કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદી પક્ષના વકીલ એ.સી.પ્રજાપતિની દલીલોના આધારે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી હતી અને ચેકની રકમ મુજબનું વળતર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. આ વળતર ન ચૂકવે તો આરોપીને વધુ 3 માસ કેદ સજા કરવાનું કોર્ટે ઠેરવ્યું છે. 

- text