મોરબી : જૂની અદાવતમાં આધેડને માર માર્યો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા આધેડને એક શખ્સે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-4 માં આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતા જેઠાભાઇ ખીમજીભાઈ જાદવ ઉ.વ.55 નામના આધેડે તેમના વિસ્તાતમાં રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે આરોપી ફરિયાદીન મકાન પાસે આવી મકાનના દરવાજા પાસે પથ્થરના ઘા મારતા તેમના પરિવારજનો મકાનની બહાર આવી ગયા હતા.આથી આરોપીએ તેમને જોઈને ઉશ્કેરાઈ જઈને ફરિયાદીની દીકરી વિરુદ્ધ ખોટા આક્ષેપ કર્યા હતા અને ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં તેમણે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.