મોરબી : બાઈકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત થયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર એક માસ પહેલા બનેલા અકસ્માત બનાવમાં બાઈકમાંથી પડી જતા ઇજા પામેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના પીપળીયા જુના ગામે રહેતા ધરમશીભાઈ જેઠાભાઈ મૂછડીયા તેમના પત્ની કમળાબેન સાથે ગત તા.26 ઓગસ્ટના રોજ મોટર સાયકલ લઈને કોઈ કામસર નવખલી રોડ પર જેપુર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા તે સમયે મોટર સાયકલ પર અચાનક બ્રેક મારતા કાબુ ગુમવવાથી તેમના પત્ની કમળાબેન બાઇક પરથી નીચે પડી ગયા હતા.જેમાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text