મોરબી નજીક ટ્રકને અકસ્માત : સદનસીબે નાલા નીચે પડતા બચ્યો

મોરબી : મોરબી નજીક જેતપર પીપળી રોડ ઉપર એન્ટીલિયા સીરામીક પાસે આજે એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. ટ્રકચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની રેલિંગ સાથે ધડાકાભેર ટકરાયો હતો. જો કે સદનસીબે આ ટ્રક નાલાની નીચે ખાબકતા સહેજમા બચી ગયો હતો.