મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા

- text


મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું હતું. અંદાજે 15 મિનિટ જેટલો સમય આ ઝાપટું રહ્યું હતું. જેના કારણે રોડ રસ્તાઓ ભીના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી ગરમી અને ઉકળાટ થઈ રહ્યો હતો. ત્યારે આજે સાંજના સમયે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં મોરબીના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

- text