મોરબીના શખ્સની હદપારીના ભંગ બદલ અટકાયત

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા એક શખ્સની હદપારીના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ સામે હાલ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ દ્વારા વોચ દરમિયાન જુસો હબીબભાઇ રહે. મોરબીની હદપારીના હુકમના ભંગ બદલ અટકાયત કરવામાં આવી હતી. આરોપીને મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ જિલ્લાઓની હદમાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા હતા. તેમ છતા તેઓ મોરબી જિલ્લાના પીપળી ગામના પાટિયા પાસેથી આજ રોજ મળી આવતા પોલીસે તેની હદપારી હુકમના ભંગ બદલ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.