મોરબી એલસીબીએ ઓનલાઈન ફ્રોડમાં ગયેલા રૂ.24 હજાર પરત અપાવ્યા

ઓટીપીના મેસેજ મળે નહીં તે રીતે ઠગે બેંક એકાઉન્ટમાંથી નાણા પડાવી લીધા હતા

મોરબી : મોરબીમાં બેક એકાઉન્ટમાંથી ઓટીપી વગર બરોબર નાણા ઉપાડી લેવાના અનેક ઓનલાઈન ફ્રોડના ગુનાઓ નોંધાયા છે. ત્યારે ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં મોરબી એલસીબી ટીમે ભોગ બનનાર અરજદારને રૂ. 24 હજાર પરત અપાવ્યા હતા.

આ બનાવની મોરબી એલસીબી ટીમ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ મોરબી જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ અને સાઇબર ક્રાઈમ લગતા ગુનાઓને અંકુશમાં લેવા તથા આ પ્રકારના બનેલા બનાવોનું ડિટેક્શન કરવાની મોરબી એસીબીના પીઆઇ વી.બી.જાડેજા સહિતના સ્ટાફને સૂચના આપી હતી. જેમાં મોરબીના અરજદાર કિશનભાઈ જયેશભાઇ ઝાલરીયાના એસબીઆઈ બેક એકાઉન્ટમાંથી 31 ઓગસ્ટના રોજ ઓટીપીના મેસેજ આવ્યા વગર અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કોઈએ રૂ.24 હજાર ઉપાડી લીધા હતા બાદમાં આ અરજદારે આ બનાવની મોરબી એલસીબીને જાણ કરી હતી. આથી એલસીબીએ ઓનલાઈન ફોડની તપાસ હાથ ધરી હતી. જેમાં બેક એકાઉન્ટ, ટ્રાન્જેક્શનની તપાસ કરી નાણા પરત મેળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન ફ્રોડમાં ગયેલા રૂ.24 હજાર અરજદારના એસબીઆઈ ખાતામાં પરત અપાવ્યા હતા. એલસીબીના ટેકનીકલ સેલના પો.સ.ઇ.એ.ડી.જાડેજા, પો હેડ કોન્સ.સંજયકુમાર પટેલ, પો.હેડ કોન્સ.રજનીકાંત કૈલા, પો.કોન્સ.અશોકસિંહ ચુડાસમાએ અરજદારના બેક ખાતામાં નાણાં પરત અપાવવાની કામગીરી કરી હતી.