ઈ સ્ટેપિંગના વિરોધમાં હળવદ સ્ટેમ્પ વેન્ડર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન

- text


ડિજિટલ ઇન્ડિયાનું સમર્થન કરીએ છીએ પરંતુ નાના સ્ટેમ્પ વેન્ડર હાલની ભયંકર મંદીના ચક્કરમાં ફસાઈ જાય તેમ છે : સ્ટેમ્પ વેન્ડરો

હળવદ : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 1 ઓક્ટોબરથી નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ફિઝિકલી બંધ કરી ઈ સ્ટેપિંગની સુવિધા ચાલુ કરવાની જાહેરાત કરી છે ત્યારે હળવદ તાલુકા સ્ટેમ્પ વેન્ડર દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણયથી પારાવાર મુશ્કેલીઓ ભોગવવાના દિવસો આવશે તેમ જણાવી લેવાયેલા નિર્ણયમાં સુધારો લાવવા માંગ કરાઇ છે

આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકા સ્ટેમ્પ વેન્ડર દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હાલ અમોને નાના દરના સ્ટેમ્પ ઉપર 3% કમિશન મળતું હતું અને મોટા દરના સ્ટેમ્પ ઉપર એક ટકા કમિશન મળતું હતું જે હાલના સરકારના નિર્ણય થી ઝીરોથી 15 ટકા કમિશન મળશે જેમાં સ્ટેમ પેપર છાપવાનો ખર્ચ સ્ટેશનરી ખર્ચ ઇલેક્ટ્રોનિક સાધનો કોમ્પ્યુટર પ્રિન્ટર ઇન્ટરનેટનો ખર્ચ વગેરે અમારે ભોગવવાનો રહેશે. જેની ગણતરી કરીએ તો આવકને બદલે નુકસાન વધુ થશે અમો સરકારના એજન્ટ તરીકે કામ કરીએ છીએ હવે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી.ના સબ ડીલર તરીકે કામ કરવાનું થાય તે યોગ્ય નથી તેમજ હાલમાં વેચાણ થતાં મોટા કદના 90% સ્ટેમ્પનું ડિજિટલ વેચાણ થાય છે જ્યારે નાના કદના 90% સ્ટેમ્પનું વેચાણ સ્ટેમ્પ વેન્ડર પાસેથી થાય છે.

- text

જેના લીધે સ્ટેમ્પ વેન્ડરના કમિશનમાં પણ ઘટાડો થયેલ છે જે સૌ કોઈ જાણે છે હાલ સ્ટેમ્પ વેન્ડરો બેરોજગાર થઇ જાય તેમ છે.સાથે નાના કદના સ્ટેમ પેપરનું વધારે વેચાણ કરતા હોય જેનું ડિજિટલ થવાના કારણે સામાન્ય માણસોને પારાવાર મુશ્કેલી ઉભી થવાની પૂરેપૂરી સંભાવના હોય જેથી નાના કદના ફિઝિકલ સ્ટેમ્પ પેપર હંગામી ધોરણે ચાલુ રાખવા વિનંતી કરાઇ છે જેથી ઉપરોક્ત કારણોના લક્ષમાં લઈને સુધારો લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

- text