મોરબીના ભડિયાદ ગામે છેલ્લા 20 દિવસથી સર્જાતા પાણીના ધાંધિયા, કલેકટરને રજુઆત

- text


જિલ્લા કલેકટરે 2 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી

મોરબી : મોરબીના ભડિયાદ ગામે છેલ્લા 20 દિવસથી સર્જાતા પાણીના ધાંધિયાના કારણે ગ્રામજનો અકળાય ઊઠ્યા છે. ત્યારે આ મામલે ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી યોગ્ય કરવાની માંગ ઉઠાવી હતી.

- text

ભડિયાદ ગામમાં ફરીથી પાણી પુરવઠા ફિલ્ટર હાઉસની લાપરવાહીને કારણે છેલ્લા 20 દીવસથી પાણી ન મળવાની તેમજ ઓછું મળવાની સમસ્યા ઉદભવી છે. આ સમસ્યાના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જન્મી છે. ત્યારે આ મામલે ગામના સરપંચ મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ, ન્યાય સમિતિના ચેરમેન જયદીપભાઈ ડાભી તથા ભડિયાદ ગામના બહેનોએ કલેકટરને રજૂઆત કરી હતી. જો કે કલેકટર દ્વારા આ પાણી પ્રશ્નનો બે દિવસમાં નિવેળો આવી જાશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

- text