મોરબીના વધુ એક પરિવારે બીજી દીકરીના જન્મના હરખભેર વધામણાં કર્યા

મોરબી : મોરબીમાં દીકરા કરતા દીકરી સવાઈ હોવાનું વધુ એક પરિવારે બીજી દીકરીના જન્મના હરખભેર વધામણાં કરીને પુરવાર કર્યું છે. જેમાં આ પરિવારમાં બીજી દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી અને બીજી દીકરાના જન્મની ઉજવણી કરીને દીકરો દીકરી એક સમાન હોવાનો સમગ્ર સમાજને પ્રેરણાદાયી મેસેજ આપ્યો છે. મોરબી ફોટોગ્રાફર એસોસિએશનના મહામંત્રી અને મોર્ડન સ્ટુડિયો ધરાવતા મહેશભાઈ પાડલીયા એક પુત્રીના પિતા હતા. ત્યારે તેમના પત્ની જલ્પાબેને બીજી દીકરીને જન્મ આપ્યો હતો. બીજી દીકરીનો જન્મ થતા પાડલિયા પરિવારમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે પાડલિયા પરિવારે દીકરા કરતા પણ સવાઈ રીતે બીજી દીકરીના જન્મના હરખભેર વધામણાં કર્યા હતા અને સમગ્ર પરિવારે બીજી દીકરીના જન્મોત્સવની ઉજવણી કરીને દીકરો-દીકરી એક સમાન હોવાનો સમગ્ર સમાજને મેસેજ આપ્યો છે.