મોરબીના રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પદયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાશે

- text


મોરબી : મોરબીના રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા માઁ આશાપુરાની પદયાત્રા દરમિયાન આગામી તા.૨૩ના સોમવારથી હાઈ વે પર વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવામા આવશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધનાએ જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવા કેમ્પ યોજવામા આવે છે. પ્રવર્તમાન વર્ષે ભુજ-નખત્રણા હાઈ વે પર માનકુવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન આગામી તા.૨૩-૯થી ૨૮-૯ દરમિયાન કરવામા આવ્યુ છે. જેમા એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સેવા, ચા-પાણી-નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સેવા ૨૪ કલાક પ્રદાન કરવામા આવશે.

- text

આ ઉપરાંત, પદયાત્રા દરમિયાન અકસ્માતના સંજોગોમા એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે હેતુસર સંસ્થા દ્વારા હાઈ વે પર તા.૨૩થી સતત એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવા મા આવશે. અકસ્માત સમયે એમ્બ્યુલન્સ સેવા મેળવવા ૯૮૨૫૦૮૨૪૬૮, ૯૮૨૫૩૨૬૭૨૯ પર સંપર્ક કરવા સંસ્થાના ટ્રસ્ટી હરીશભાઈ રાજા એ યાદી મા જણાવ્યુ છે.

આ સેવા કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, રાજુભાઈ કાવર, જયેશભાઈ કંસારા, ફીરોઝભાઈ, નવીનભાઈ માણેક, દીનેશ સોલંકી, હસુભાઈ દેત્રોજા, પ્રવિણ ભાઈ ધામેચા સહીતના સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text